પશ્ચિમ બંગાળ: ડૉક્ટરોની હડતાળ સામે ઝૂકી મમતા સરકાર, તમામ માંગણીઓ સ્વીકારી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jun 2019 07:45 PM (IST)
પશ્ચિમ બંગાળમાં ડૉક્ટોરની હડતાળ ખત્મ થવાનું નામ નથી લઈ રહી. હવે તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે હડતાળ પર રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી હતી.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ડૉક્ટોરની હડતાળ ખત્મ થવાનું નામ નથી લઈ રહી. હવે તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે હડતાળ પર રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી હતી. રાજ્ય સરકાર તમામ જરૂરી પગલા ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે અને રાજ્ય સરકારે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ જૂનિયર ડૉક્ટરના સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર પ્રદેશમાં તમામ મેડિકલ સુવિધાઓ જલ્દી ચાલુ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. 10 જૂને બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી અને અમે સતત આ મામલે સમાધાનના પ્રયત્નો કર્યા છે. આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યું અમે તેમની તમામ માંગ સ્વીકારી છે. મમતા બેનર્જીએ કહ્યું, તેમણે પોતાના મંત્રીઓ અને પ્રિન્સિપલ સેક્રેટરીને શુક્રવારે હડતાળી ડૉક્ટરના પ્રતિનિધી મંડળ સાથે મુલાકાત માટે મોકલ્યા હતા અને તેમણે 5 કલાક સુધી રાહ જોઈ, પરંતુ તેઓ ન મળ્યા. ડૉક્ટરોએ પણ સંવૈધાનિક સંસ્થાઓનું સમ્માન કરવું જોઈએ.