કોલકત્તાઃ કોરોના સંક્રમિત દર્દીઓને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ એક એવુ નિવેદન સામે આવ્યુ છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. મમતા બેનર્જીઓ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, અમે કોને કોને સારવાર આપીએ.

મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી. આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા આપતા કહેવાયુ કે ફર્સ્ટ અને સેકન્ડ કૉન્ટેક્ટ વાળા લોકો જ ઘરમાં ક્વૉરન્ટાઇન થાય, કોરોના દર્દીઓની સારવાર હૉસ્પીટલમાં જ થશે.



ખરેખરમાં, મમતા બેનર્જીએ કહ્યું, કે મારુ કહેવાનુ છે કે સંક્રમિત લોકોની પાસે જો સગવડ છે, તો તે પોતાની જાતને ઘરમાં જ ક્વૉરન્ટાઇન કરે. લાખો લોકોને ક્વૉરન્ટાઇન નથી કરી શકાતા, સરકારની પોતાની મર્યાદાઓ છે.

નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે લોકોને સરકાર તરફ આશા છે, ત્યારે સરકારના આવા નિવેદનથી પશ્ચિમ બંગાળમાં વિવાદ ઉભો થઇ ગયો છે, લોકો અને વિપક્ષ સરકાર પર આક્ષેપો કરી રહ્યાં છે.

કોરોનાની સારવાર અને પર્યાપ્ત સાધનોને લઇને મમતા સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને રહી છે. મમતા બેનર્જી અને કેન્દ્રની ટીમ વચ્ચે પણ કોરોના સારવારને લઇને આરોપપ્રત્યારોપ લાગ્યા છે.