આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં અત્યાર સુધીમાં 22.17 ટકા સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 25 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના 85 જિલ્લાઓમાંથી છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નથી નોંધાયો.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 16 જિલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો. COVID19 ફેલાવા માટે કોઈ સમુદાય અથવા વિસ્તારને લેબલ આપવું જોઈએ નહીં. ખાસ કરીને, હેલ્થકેર અને સેનિટરી કામદારો અથવા પોલીસને ટાર્ગેટ કરવા જોઈએ નહીં કારણ કે તેઓ તમારી સહાયતા માટે છે.
આંધ્રપ્રદેશમાં 1177,અંદામાન નિકોબારમાં 33,અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 36,બિહારમાં 277,ચંદીગઢમાં 30,છત્તીસગઢમાં 37,દિલ્હામાં 2918, ગોવામાં 7,ગુજરાતમાં 3301, હરિયાણામાં 289, જમ્મુ કાશ્મીરમાં 523 કોરોના પોઝિટિવ છે.