કોલકાતા: કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું આયોજન થઈ રહ્યું છે. તેની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ગા પૂજા દરમિયાન યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાનો પોતાની સરકારનો નિર્ણય રદ્દ કરી દીધો છે. સીએમ મમતાએ કહ્યું કે, જો સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે તો કાર્યક્રમનું આયોજન ખુલ્લી જગ્યાએ અથવા હોલમાં કરી શકાશે.


એક કાર્યક્રમમાં મમતાએ કહ્યું, “જો તમામ લોકો કોરોના વાયરસના પ્રોટોકોલનું પાલન કરે છે તો 100 લોકોની સભાને મંજૂરી રહેશે. જો આયોજકોને મોટું સ્થાન મળે છે તો તેમને 200 લોકોને ભેગા કરવાની અનુમતિ રહેશે.” જો કે, મમતાએ કહ્યું કે, પૂજા પંડાલો પાસે એવા કાર્યક્રમોનું આયોજન ન કરે. કારણ કે, એવામાં પોલીસ અને પૂજા સમિતિ માટે ભીડને સંભાળવું મુશ્કીલ બની જશે.

મમતા બેનર્જીએ કહ્યું કે, આ વર્ષે તે રાજ્યના સચિવાલયથી ડિજિટલ માધ્યમથી દુર્ગા પૂજાનુ ઉદઘાટન કરશે. શહેરના વિભિન્ન પંડાલોના ઉદઘાટન માટે 15, 16 અને 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.