Birbhum violence : પશ્ચિમ બંગાળના બિરભુમ જિલ્લાના રામપુરહાટમાં થયેલી ઘટનાની CBI  તપાસને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટું નિવેદન સામે આવ્યું છે. બંગાળના સીએમએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, ત્રિપુરા અને આસામમાં આવી ઘણી ઘટનાઓ બની છે. અમારા પક્ષના કાર્યકરોને ઘટના સ્થળે પહોંચવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ અમે બીરભૂમમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને રોક્યો નથી.


તેમણે કહ્યું કે તૃણમૂલ કાર્યકરની અન્ય પાર્ટીના કાર્યકર દ્વારા હત્યા કરવામાં આવી છે, પરંતુ દરેક જગ્યાએ માત્ર ટીએમસીની ટીકા થઈ રહી છે. અમે આ મામલાની તપાસ કરવા અને રામપુરહાટ ઘટનાનું મૂળ કારણ શોધવા માટે અનેક પગલાં લીધાં છે.


મમતા બેનર્જીએ કહ્યું કે મને હજુ પણ લાગે છે કે રામપુરહાટ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે. CBIએ ઘટનાની તપાસ સંભાળી છે, તે સારો નિર્ણય છે, પરંતુ જો તેઓ માત્ર ભાજપની સૂચનાનું પાલન કરશે  તો અમે વિરોધ કરવા તૈયાર છીએ.


ગયા અઠવાડિયે, 21 માર્ચે, બીરભૂમ જિલ્લાના રામપુર હાટમાં કેટલાક અજાણ્યા લોકોએ દસ ઘરોને આગ ચાંપી દીધી હતી અને આઠ લોકોની હત્યા કરી હતી. આ મામલાની નોંધ લેતા કલકત્તા હાઈકોર્ટે આ મામલાની CBI  તપાસનો આદેશ આપ્યો હતો. હવે આ કેસની તપાસમાં લાગેલી CBIએ 21 લોકોને આરોપી બનાવ્યા છે.


CBIની 30 સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટ પહોંચી હતી અને ત્યાં હિંસાની તપાસ શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે થયેલી હિંસામાં દસ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા.


12 ઘરોને આગ લગાડવામાં આવી,  8 લોકો જીવતા સળગી ગયા 


22 માર્ચે મંગળવારે વહેલી સવારે રામપુરહાટના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોમાં આગ લગાડવામાં આવતા બે બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પંચાયત-સ્તરના નેતાની કથિત હત્યાના કલાકોમાં આ ઘટના બની હતી.