કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર(એનઆરસી) વિરુદ્ધ ગુરુવારે રેલી યોજી હતી. આસામમાં એનઆરસીના વિરોધમાં કોલકતામાં મમતા બેનર્જીએ રેલી યોજી ઉગ્રો વિરોધ કર્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં ટીએમસીના નેતા સહિત કાર્યકરો જોડાયા હતા. આ રેલી ઉત્તર કોલકાતાનાં બીટી રોડ પર ચિડિયા મોડથી લઈને શ્યામબજાર ફાઈવ પોઈન્ટ સુધી કાઢવામાં આવી હતી.

મમતા બેનર્જીએ કહ્યું, “જો ભાજપ એનઆરસીના નામે બંગાળમાં એક પણ વ્યકિતને અડે તો અમે તેઓને પાઠ ભણાવી દઈશું. તેઓએ કહ્યું, ધર્મ માટે હિંદુ, મુસ્લિમ, સીખ અને ઇસાઈ માટે હું એનઆરસીથી સહમત નથી. તમે પોલીસનો ઉપયોગ કરીને આસામની જેમ બંગાળનું મોં બંધ કરાવી શકો નહીં. અચાનક તમે અમને ધર્મ શીખવાડી રહ્યાં છો કે જે અમે ઇદ, દુર્ગા પૂજા, મોહરમ અને છઠ પૂજામાં નથી માનતા.”


ઉલ્લેખનીય છે કે, મમતાએ આસામમમાં એનઆરસીના કારણે 19 લાખ લોકોને બહાર કરવાને લઈને પહેલાં પણ પ્રતિક્રિયા આપી હતી. આ પહેલાં NRCસામે તૃણમૂલ કોંગ્રેસ તરફથી સાત અને આઠ સપ્ટેમ્બરે જીલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.