નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકીઓની 6 એકે-47ની સાથે ધરપકડ કરી છે. આતંકીઓ પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડરના લખનપુરમાંથી પકડાયા છે. સુરક્ષાદળોને બાતમી હતી કે એક ટ્રક દ્વારા હથિયાર લઇ જવાઇ રહ્યાં છે. આ બાદ સુરક્ષાદળોએ ટ્રકને પકડ્યો અને ત્રણ આતંકીઓને હથિયારો સાથે પકડી પાડ્યા હતા.

કઠુઆના એસએસપીએ કહ્યું કે હથિયાર અને દારુગોલા લઇ જઇ રહેલા એક ટ્રકને જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાદળો માટે બે દિવસમાં આ બીજી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના આતંકીને આસિફને ઠાર માર્યો હતો.


આસિફે જ ચાર દિવસ પહેલા ઘાટીમાં સોપોરના ડંગેરપોરા ગામાં લશ્કરના બે આતંકીઓએ ફળના વેપીરના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. આ હુમલમાં ચાર વર્ષની બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે આ હુમલાને 'આતંકવાદનો નિર્દયતાપૂર્ણ કાર્ય' ગણાવ્યુ હતુ.