નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સુરક્ષાને લઈને સંસદમાં હંગામો કર્યો હતો. કોલકાતા સ્થિત એનએસબીસીઆઈ હવાઈમથક પર બુધવારે રાત્રે એરલાઈન્સ કંપનીનું એક વિમાન વધારે સમય સુધી શહેરના આકાશમાં ફરતું રહ્યુ હતું, જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સવાર હતા. જેના પર તૃણમુલ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે આ પાર્ટી અધ્યક્ષ મમતા બેનરજીને મારવા માટેનું ષડયંત્ર હતું.


જ્યારે લોકસભામાં ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂએ જણાવ્યું કે ડીજીસીએના ત્રણ વિમાનોમાં ઓછુ ઈંધણ હોવાના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કોલકાતા ઉતરાણ કરનારા એક વિમાનમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સવાર હતા.

રાજ્યસભામં કેંદ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ કહ્યું ટ્રાફિકના કારણે વિમાન હવામાં આશરે 30 મિનીટ સુધી ઉડી રહ્યું હતું. ઈંડિગો અને બીજી ફ્લાઈટે કહ્યું ઈંધણની અછત હતી. તેની તપાસ કરવામાં આવશે અમે જોઈશુ કે આ મામલે કોઈ અપરાધિક તપાસ થઈ શકશે કે નહી.

રાજ્યસભામાં બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું મમતા બેનરજીની ફલાઈટનો મામલો ખૂબ જ ગંભીર છે, તેની તપાસ કરવામાં આવે. જેડીયુ નેતા શરદ યાદવે કહ્યું આ મામલે ગંભીરતાથી તપાસ કરી સરકારે તુરંત પગલા લેવા જોઈએ. નાગરિક ઉડ્ડયન મંત્રીએ લોકસભામાં કહ્યું આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યું મમતા બેનરજીની સુરક્ષાનો મામલો ગંભીર છે.