Nitish Kumar: બિહારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે, આજે સવારે નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ, અને હવે સાંજે ફરીથી નીતિશ કુમાર રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે. આજે સાંજે પાંચ વાગે જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે એનડીએસ ગઠબંધન સાથે મળીને ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવી લીધી છે. નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરી હતી, આ સાથે જ નીતિશ બિહારના નવમી વાર મુખ્યમંત્રી બન્યા છે. 


નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી હોય, પરંતુ જેડીયુ ચીફ જ મુખ્યમંત્રી પદ પર રહેશે. નીતિશ કુમારે રવિવારે (28 જાન્યુઆરી) સાંજે નવમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે. ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.






-


આજે સવારે મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. નીતિશ કુમારે આ દરમિયાન કહ્યું કે હવે મહાગઠબંધન સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આરજેડી દરેક કામનો શ્રેય લે છે. તેઓ સરકારી નોકરીઓ આપવામાં તેમના નામ જ લેતા હતા.


પ્રશાંત કિશોરે નીતિશ કુમારની પલટી મારવા પર પ્રતિક્રિયા આપી - 
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર અને જેડીયુ-ભાજપ ગઠબંધનના સીએમ પદ પરથી નીતિશ કુમારના રાજીનામા પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે નીતિશ કુમાર ગમે ત્યારે પક્ષ બદલી શકે છે. તે તેમનો એક ભાગ બની ગયો છે. તે રાજકારણમાં સૌથી મોટા પલટીમાર છે. પરંતુ આનાથી એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર નીતીશ કુમાર જ નહીં, પરંતુ ભાજપ અને અન્ય દરેક નેતા પણ પલ્ટીમાર જ છે. જે ભાજપના સભ્યો અગાઉ આક્ષેપો કરતા હતા તેઓ આજે અનેક મુદ્દાઓ પર તેમનું સ્વાગત કરી રહ્યા છે.