પટના: નાગરિકતા કાનૂન અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે NRCને લઈને મોટુ નિવેદન આપ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે  જાહેરાત કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગૂ નહી કરવામાં આવે જો કે, નાગરિકતા કાનૂનને લઈને નીતીશ કુમારે કોઈ નિવેદન આપ્યું નથી.


સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયકનું સમર્થન કરવાના કારણે કેટલાંક વિપક્ષી દળોએ નીતિશ કુમાર અને જનતા દળ યૂનાઈટેડે ટીકા કરી હતી. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઈટેડે લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા કાનૂનના પક્ષમાં મતદાન કર્યું હતું.

નોંધનીય છે કે, નાગરિકતા કાનૂન અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના વિરોધમાં દેશના અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ઘણા શહેરોમાં આ વિરોધ પ્રદર્શનોએ હિંસકરૂપ ધારણ કર્યું હતું.