નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કાંડના દોષી અને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેના પર 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને આ સજા સંભળાવી છે. કોર્ટે સજાની જાહેરાત કરતાં કહ્યું કે, 25 લાખ રૂપિયામાંથી 10 લાખ રૂપિયા પીડિતાને આપવામાં આવશે જ્યારે બાકીના 15 લાખ સરકારી પક્ષને સુનાવણીમાં થયેલ ખર્ચ માટે આપવામાં આવશે.


સગીર યુવતીએ કુલદીપ સિંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ન્યાયની માગને લઈને આરોપ લગાવનારી યુવતીએ સીએમ યોગીના ઘરની બહાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ મહિને ત્રણ તારીખે પીડિતાને પિતાનું જેલમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું હતું. પીડિતાએ ધારાસભ્ય કુલદીપ સેંગર પર જેલમાં હત્યા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઉન્નાવના આ કેસમાં ઓગસ્ટ મહિનામાં દિલ્હી ટ્રાન્સફ કરવા કરવા કહ્યું હતું અને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આ કેસમાં રોજ સુનાવણી ચાલી રહી હતી.