મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું દેશના યુવકોના વિશ્વાસમાં લેવાની જરૂર છે. તેમની વિચારધારા મહત્વપૂર્ણ છે જેને સમજવાની જરૂર છે. આજે યુવકોના મનમાં અસ્થિરતા નિર્માણ થઈ રહી છે. જો વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં સલામત નથી તો દેશ માટે કલંક છે. ઉદ્ધવ ઠાકરેએ મહાકરાષ્ટ્રના વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મહારાષ્ટ્રમાં તમામ વિદ્યાર્થીઓ સલામત છે. મહારાષ્ટ્રમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું મહારાષ્ટ્રમાં આ બધુ સહન નહી કરીશ. હું મહારાષ્ટ્રમાં કોઈપણ નાગરિક સાથે અન્યાય નહી થવા દઈશ.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાને કાયર ગણાવ્યા હતા અને કહ્યું બુર્ખા પહેરેલા હુમલાવરોના ચહેરા ટીવી પર દેખાઈ રહ્યા છે. હિમ્મત હોત તો તે બુર્ખા ન પહેર્યયા હોત. મુંબઈમાં પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પર પત્રકારો સાથે સંવાદ કરતા ઉદ્ધવ ઠાકરે ગૃહમંત્રી પર આરોપો લગાવતા બચી રહ્યા હતા. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે જેએનયૂમાં હિંસા માટે અમિત શાહની જવાબદારી બને છે ત્યારે અમિત શાહ પર સીધા નિશાન સાધતા બચી રહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હાલ કોઈ કોઈના પક્ષમાં કે કોઈની વિરૂદ્ધમાં નહી બોલીશ. ઉદ્ધવ ઠાકરેએ જેએનયૂ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની તુલના કરી એક નવા વિવાદને જન્મ આપ્યો છે.