મહારાષ્ટ્રમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લોકડાઉનને લઇને સીએમ ઉદ્ધવે લોકોને અંતિમ ચેતાવણી આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવે હોટેલ, રેસ્ટોરન્ટમાં કોરોનાની ગાઇડલાઇન્સનું કડકપણે પાલન કરવાના નિર્દેશ કર્યાં છે. શનિવારે ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરતા કહ્યુ કે, "સ્થિતિની ગંભીરતાને સમજતાં કોવિડના નિયમોનું કડકપણે પાલન કરો નહિ તો સરકારે લોકડાઉન જેવા સખત પગલા લેવા મજબૂર થવું પડશે" ઉલ્લેખનિય છે કે હાલ મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. જો કોરોનાના કેસ વધતા રહ્યાં અને લોકોની બેદરકારી સામે આવી તો સરકાર વધુ જિલ્લામાં પણ લોકડાઉન લાગૂ કરી શકે છે. 


શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે હોટલ અને રેસ્ટોરન્ટ સંઘો તેમજ શોપિંગ કેન્દ્ર સમૂહ પ્રતિનિધિ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાના કડક નિર્દેશ આપ્યા હતા તેમજ લોકડાઉનની પણ ચેતાવણી આપી હતી. તેમણે કહયું હતું કે, 'સરકારને લોકડાઉન માટે મજબૂર ન કરો"


મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 15,602 કેસ નોંધાયા હતા. હાલ કુલ કેસની સંખ્યા22,97,793ને પાર થઇ ગઇ છે. ઉપરાંત 88 વધુ લોકોના મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા 52,811 સુધી પહોંચી છે.હાલ નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. ઉપરાંત પૂણેમાં નાઇટ કર્ફ્યૂ છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, "લોકડાઉનથી આર્થિક નુકસાન સહન કરવું પડશે. જો દરેક લોકો સહયોગ આપશે તો આ મહામારી સામે આપે સારી રીતે લડત આપી શકીશું"