Coronavirus: CM યોગીએ મનરેગાના મજૂરોના ખાતામાં 611 કરોડ ટ્રાન્સફર કર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Mar 2020 03:04 PM (IST)
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશરે 27 લાખ મનરેગા મજૂરોના બેંક ખાતામાં 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મનરેગા હેઠળ આવતા મજૂરોને આર્થિક મદદ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશરે 27 લાખ મનરેગા મજૂરોના બેંક ખાતામાં 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. મુખ્યમંત્રી યોગીએ આ રકમ એટલા માટે ટ્રાન્સફર કરી કારણ કે જેથી કરીને આવા કપરા સમયમાં તેમને જરૂરિયાતની વસ્તુઓ મળી શકે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મનરેગાના લાભાર્થીઓને આર્થિક મદદ કર્યા બાદ તેમની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. તેમને આ યોજના સંબંધિત જાણકારીઓ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે અધિકારીઓ પાસેથી નોઈડામાં કોરોના સંક્રમિત દર્દીઓની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી હતી. કેંદ્ર સરકાર દ્વારા મનરેગા મજૂરોને આપવામાં આવતી મજૂરી 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવામાં આવી છે. લોકડાઉનના કારણે મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં 1190 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 29 લોકોના મોત થયા છે. જ્યારે 102 લોકો સાજા થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોના 72 કેસ છે.