લખનઉઃ લોકડાઉનના કારણે દેશમાં રેલવે, બસ સહિતની તમામ પરિવાહન સેવા બંધ કરી દેવામાં આવ્યા બાદ વિવિધ રાજ્યોમાંથી રોજી રોટી કમાવા આવેલા લોકોએ માદરે વતનની વાટ પકડી છે. આ માટે તેઓ પગપાળા વતન થઈ રહ્યા છે. જે અંગેના રિપોર્ટ પણ વિવિધ માધ્યમોમાં આવ્યા છે.


કોરોના સંકટ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ભાવુક અપીલ કરી છે. સીએમ યોગીએ લખ્યું, સંકટના સમયમાં ઉત્તર પ્રદેશની ભૂમિ પર જ્યાંના પણ નાગરિક હોય ત્યાં તેમની તમામ સુવિધાનું ધ્યાન રાખવી આપણી જવાબદારી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પત્રમાં અન્ય રાજ્યોની સરકારોને તેમના રાજ્યોમાં રહેતા ઉત્તર પ્રદેશવાસીઓનું ધ્યાન રાખવા અપીલ કરી છે.

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતમાં 1190 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 29 લોકોના મોત થયા છે. જ્યારે 102 લોકો સાજા થઈ ગયા છે.