નવી દિલ્હીઃ છેલ્લા એક મહિનાથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે. ડિસેમ્બર મહિનો દિલ્હી વાસીઓ માટે રેકોર્ડ તોડ ઠંડીનો રહ્યો, હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડીનુ જોર ઘટ્યુ નથી. જોકે આ બધાની દિલ્હી અને ઉત્તર ભારતવાસીઓ માટે થોડાક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ઉપર ચઢ્યો છે.

દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના મેદાની પ્રદેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી શીત લહેર ફરી વળી છે, અહીં હાડ ગાળતી ઠંડી પડી રહી છે. હવે ગુરુવારે પૂર્વીય હવાઓનુ જોર પકડવાથી થોડી રાહત મળી છે. વળી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં સામાન્ય વરસાદ પણ પડ્યો છે, જેથી ઠંડી ત્યાં થોડી વધી છે.

હાડ ગાળતી ઠંડીથી દિલ્હીવાસીઓને થોડી રાહત, દિવસનુ તાપમાન ચાર ડિગ્રી વધ્યુ


હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર, અહીં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ યથાવત હતુ, જે ગુરવારે 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ. આમ દિલ્હી સહિત ઉત્તર ભારતીયો માટે ઠંડી માટે થોડાક રાહતના સમાચાર છે.