મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ટાકરે સરકારના વિતેલા સોમવારે થયેલ મંત્રિમંડળ વિસ્તરમ બાદ શિવસેના, કોંગ્રેસ અને NCPમાં તમામ નેતા અસંષ્ટ જોવા મળી રહ્યા છે. એક નાન સંજય રાઉતનું પણ લેવામાં આવી રહ્યું છે જેમણે આ જોડાણ સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંજયના ભાઈ સુનીલ રાઉતને મંત્રી બનાવવાનું લગભગ નક્કી હતું પરંતુ જ્યારે શિવસેનાના કોટામાંથી મંત્રીઓની અંતિમ યાદી બહાર આવી તો તેમનું નામ ગાયબ હતું. શિવસેના નેતા જોકે કોઈપણ તણાવ હોવાની ના પાડી રહ્યા છે, પરંતુ સંજય રાઉતની એક ફેસબુક પોસ્ટથી સસ્પેંસ વધી ગયું છે.


નારાજગીના અહેવાલો વચ્ચે રાઉતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, હંમેશા એવા વ્યક્તિને સાચવીને રાખો, જેને તમને ત્રણ ભેટ આપી હોય – સાથ, સમય અને સમર્પણ…’. રાઉતના આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફ ઈશારા તરીકે જોવામાં આવી રહી છે. જોકે રાઉતના ફેસબુલ વોલ પર આ પોસ્ટ વધારે સમય સુધી દેખાઈ નહોતી.



ભાજપ સાથે અઢી-અઢી વર્ષની મુખ્યમંત્રીની માંગણી અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવામાં મહત્વની ભૂમિકા અદા કરવામાં સંજય રાઉત મોખરે હતાં. ઉદ્ધવના નજીકના અને સરકાર રચવામાં મહત્વની ભૂમિકા અદા કરવા બદલ માનવામાં આવતું હતું કે, સંજયના નાના ભાઈ સુનીલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે જ, પરંતુ આમ થયું નથી.

શિવસેનાએ ત્રણેય અપક્ષ ઉમેદવારોને તક આપ્યા બાદ જ સંજય રાઉત ભારે નારાજ હોવાના અહેવાલ સામે આવ્યાં હતાં. સુનીલ રાઉત ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે તે વાતે પણ જોર પકડ્યું હતું, પરંતુ સંજય રાઉત સામે આવ્યા અને તેમણે કહ્યું હતું કે, અમે આપવામાં માનીએ છીએ લેવામાં નહીં. અમે પાર્ટી માટે કામ કરીએ છીએ, પદ માટે નહીં. સુનીલ રાઉત પાક્કા શિવસૈનિક છે.