બેંગલુરુઃ કર્ણાટકમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડ-19ના ધ્યાનમાં રાખી દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. જે 2 ઓગસ્ટ સુધી આવતા તમામ રવિવાર સુધી લાગુ રહેશે.

આ ઉપરાંત જરૂરિ વસ્તુઓને રવિવારના લોકડાઉનમાં નાઇટ કર્ફ્યુમાં મંજૂરી આપવામાં આવશે. જે લોકોના લગ્ન અગાઉથી નિર્ધારીત થઈ ગયા છે તેને પણ મંજૂરી આપવામાં આવશે.


રાજ્ય સરકારે આ ફેંસલો કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવા માટે લીધો છે. બેંગલુરુના પોલીસ કમિશ્નર ભાસ્કર રાવે નાગરિકોને ઘરમાં રહેવા અને બહાર ન નીકળવાની વિનંતી કરીને કહ્યું લોકોના હિતને ધ્યાનમાં રાખી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ નાગરિકો ઘરમાં રહે અને નિયમોનું પાલન કરે તેથા સરકારના આ ફેંસલામાં સહયોગ આપે.

કર્ણાટકમાં કોવિડ-19ના મામલામાં એક સાથે ઉછાળો આવ્યો છે. 28 જૂનથી 2 જુલાઈ સુધી લગભગ દરરોજ 1000થી વધારે નવા કેસ નોંધાયા હતા.