કોરોના વાયરસની વચ્ચે ભારે વરસાદે મુંબઈના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈની સાથે સાથે રાયગઢ, થાને, નાસિક અને પાલઘરમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. રસ્તાઓ અને નાળા ઓવરફ્લો જોવા મળ્યા હતાં. અવર-જવર માટે લોકો ફૂટપાથની મદદ લઈ રહ્યા હતાં. જ્યારે સતત ભારે વરસાદને કારણે હાઈ ટાઈડનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ખેડવાનો પણ ના પાડવામાં આવી છે.
સૌથી ખરાબ હાલત નાલા સોપાડા વિસ્તારની છે જ્યાં રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે વિલે પાર્લેમાં પણ લોકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને કારણે લોકોનો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
ભારતીય હવામાન વિભાગે (IMD)એ ભારે વરસાદની ચેતવણી આપતાં કહ્યું હતું કે, શહેરની જૂની બિલ્ડીંગોને ભારે વરસાદથી ખતરો થઈ શકે છે. આઈએમડીએ લોકોને ઘરની બહાર નીકળવાથી બચવાની સલાહ આપતાં કહ્યું હતું કે, આગામી બે દિવસ ભારે વરસાદને કારણે ટ્રાફિક પર પણ અસર પડી શકે છે.
મુંબઈમાં ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, હવામાન વિભાગે શું આપી મોટી ચેતવણી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2020 08:34 AM (IST)
ભારે વરસાદના કારણે મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -