સામાન્ય રીતે લોકોને બહાર નિકળવા છૂટ નથી પરંતુ રાષ્ટ્રીય માર્ગો અને સ્ટેટ હાઈવે પર ટ્રકને અવરજવરની મંજૂરી આપવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા અનલોક 2 સંબંધમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
આ ગાઈડલાઈન મુજબ બીજા રાજ્યમાંથી ઉત્તરાખંડમાં આવતા લોકોએ સ્માર્ટ સીટી વેબ પોર્ટલના માધ્મથી મુસાફરી પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જણાવવામાં આવ્યું છે કે હાલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર કોઈ રોક નથી. ઉત્તરખાંડ આવવા માટે પોતાના રજિસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટ સાથે રાખવા પડશે.
ઉલ્લેખીય છે કે કોરોના વાયરસની મહામારીને લઈને દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં ફરી એક વખત લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. બિહારમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન છે. કર્ણાટકના બેંગલુરૂમાં એક સપ્તાહનું લોકડાઉન છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે.