ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ટિકિટ કપાઈ, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ....
abpasmita.in | 25 Mar 2019 11:28 AM (IST)
નવી દિલ્હીઃ રવિવારે કોંગ્રેસે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને ટિકિટ આપવામાં આવી નથી. રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલીથી સાંસદ હતા અને હવે તેની જગ્યાએ કોંગ્રેસે સુભાષ વાનખેડેને ટિકિટ આપવામાં આવી છે. તેઓ શિવસેનાના પૂર્વ સાંસદ છે. કહેવાય છે કે, ગુજરાતની વિશેષ જવાબદારી સોંપાઈ હોવાથી હાઈકમાન્ડે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે અને તેમને ચૂંટણી ઉમેદવારીથી દૂર રખાયા છે. મહત્ત્વનું છે કે, અગાઉ એવી હવા ફેલાવવામાં આવી હતી કે, રાજીવ સાતવ લોકસભા ચૂંટણી લડવાના હોવાથી તેમને ગુજરાતના પ્રભારી તરીકે હટાવવામાં આવશે. જોકે હાઈકમાન્ડ સાતવને ચૂંટણી નહિ લડાવે. ખુદ પ્રભારીએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ગુજરાતની જવાબદારી જ સંભાળશે.