નવી દિલ્હીઃ ભાજપે કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાની દાર્જિલિંગથી પત્તું કપાઈ ગયું છે અને તેમની જગ્યાએ રાજૂ સિંહ બિષ્ટને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 2017ની લોકસભા ચૂંટણીમાં અહલુવાલિયા ટીએમસીના ઉમેદવાર બાઈચુંગ ભૂટિયાને હરાવીને દાર્જિલિંગથી સાંસદ બન્યા હતા. પત્તું કપાતા તેમણે કહ્યું કે, પાર્ટી કોઈ અન્ય સીટ પર તેમને ઉમેદવાર બનાવશે.


પત્તુ કપાવા પર અહલુવાલિયાએ નિવેદન આપ્યું કે, ‘મેં ગઠબંધન ધર્મને ધ્યાનમાં રાખતા અને પાર્ટીના ફાયદા માટે દાર્જિલિંગની સીટ છોડી દીધી. મામલે મેં ભાજપ અધ્યક્ષ અમિત શાહને જાણકારી આપી હતી. તેમણે આગળ કહ્યું. હું દાર્જિલિંગની સીટ છોડીને કોઈ અન્ય સીટ પર ચૂંટણી લડવા માટે તૈયાર છું. જેથી 17મી લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધુ મજબૂત કરી શકું.