Congress Allegation:કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.


કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજકારણ ચરમસીમા પર છે. તમામ રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. હવે કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ભાજપના નેતાઓ પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.


કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, ભાજપના નેતાઓ હવે મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. ચિત્તાપુરના ભાજપના ઉમેદવારના રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પીએમ મોદી અને સીએમ બોમાઈના પણ ફેવરિટ છે.


સુરજેવાલાના ગંભીર આરોપો


સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ લોકતંત્રની હત્યા કરી રહી છે અને હવે વિપક્ષને મારવાનું ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકમાં બંધારણની મજાક ઉડાવી રહ્યા છે. ભાજપ એવા સ્તરે આવી ગયું છે કે, તે મલ્લિકાર્જુન ખડગેને મારી નાખવા માંગે છે. ભાજપને કર્ણાટકની જનતાએ નકારી કાઢી છે, તેથી તે નારાજ છે.


 ચિત્તપુરના ભાજપના ઉમેદવારનો ઉલ્લેખ


સુરજેવાલાએ વધુમાં કહ્યું કે,કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને હવે ખબર પડી ગઈ છે કે, મતદાતાનો મિજાજ  તેમની વિરુદ્ધ છે. તેથી હવે તે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેણે એક ઓડિયો ક્લિપ પણ સંભળાવી, જે ચિત્તપુરના ભાજપના ઉમેદવારનો અવાજ હોવાનું મનાઇ રહ્યું છે..


Ahmedabad: અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત આવ્યું સામે, 42 લાખ રુપિયાને લઈને.



અમદાવાદ: મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત સામે આવ્યું છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઇસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા. વર્ષ 2017 માં ફરિયાદી પાસે લાયસન્સ માટે કિરણ અને તેની પત્નીએ રુપિયા પડાવ્યા હતા. કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી અને સરકારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો રોફ જમાવ્યો હતો. ફરિયાદીએ લાયસન્સ ન મળતાં કિરણ પટેલ પાસે આપેલ રકમ પરત માંગી હતી. જોકે કિરણે રૂપિયાની જગ્યાએ પોતાની નારોલની જમીન આપવાનું બહાનું બતાવ્યું હતું. હાલમાં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં આ અઅંદે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


તલાટીની પરીક્ષા માટે સરકારનો મહત્વનો નિર્ણય


ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તા.૦૭મી મે ૨૦૨૩નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં ૮ લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.


આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષાનાં દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.૦૬/૦૫/૨૦૨૩ તથા તા.૦૭/૦૫/૨૦૨૩નાં રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.


આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ રેલ્વે તંત્રની સાથે સંકલનમાં રહીને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી ઉમેદવારોને સમયસર પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા  આયોજન કરવામાં આવી રહ્યું છ


શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે.નોંધનીય છે કે, 7 મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને હસમુખ પટેલે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવશે. પરીક્ષી કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે.