નવી દિલ્હીઃ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે હવે વીર સાવરકરને લઇને બબાલ શરૂ થઇ ગઇ છે, ખરેખરમાં મધ્ય પ્રદેશની સેવા દળની એક પત્રિકા જાહેર થઇ જેમાં સાવરકરને હૉમોસેક્સૂઅલ ગણાવવામાં આવ્યા હતા, આ વાતને લઇને વિવાદ વધી ગયો છે.


કોંગ્રેસની આ પત્રિકામાં સાવરકર અને ગોડસે વચ્ચેના સંબંધોનો એક લેખ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, સાવરકર અને ગોડસે વચ્ચે શારીરિક સંબંધો હતા, કોંગ્રેસની બુકલેટમાં આ દાવો કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો.

ખરેખરમાં, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત કોંગ્રેસની સેવા દળ પ્રશિક્ષણ શિબિરમાં વિનાયક દામોદર સાવરકર અને નાથુરામ ગોડસે સંબંધિત એક વિવાદિત સાહિત્ય વહેંચવામાં આવ્યુ. જે બુકલેટની વહેંચણી કરવામાં આવી હતી તેનુ નામ હતુ 'વીર સાવરકર કિતને વીર'. આમાં કોંગ્રેસ સાવરકના જીવન સાથે જોડાયેલી તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે વીર સાવરકરે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યુ તે પહેલા નાથૂરામ ગોડસે સાથે હૉમોસેક્સૂઅલ સંબંધ હતા. ઉપરાંત બીજી કેટલીય એવી બાબતો છે જેને લઇને બીજેપીએ આપત્તિ દર્શાવી છે.


ભારતીય જનતા પાર્ટીએ વિવાદિત બુકલેટને લઇને કોંગ્રેસ અને શિવસેના પર નિશાન સાધ્યુ હતુ. ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ વારંવાર વીર સાવરકરનુ અપમાન કરી રહ્યાં છે. આ બીજુ કંઇ નહીં પણ કોંગ્રેસ દ્વારા ઉદ્વવ ઠાકરેને અપમાનિત કરવાની એક રીત છે, જેના પિતા મહાન બાળા સાહેબ ઠાકરે વૈચારિક મુ્દ્દાઓ પર કોઇ સમજોતા ન હતા કરતા.