રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ કૉંગ્રેસે પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાજી મારી છે. કૉંગ્રેસે 103 પંચાયતોમાંથી 48માં જીત મેળવી છે. કૉંગ્રેસ પાર્ટીએ 10 નગરપાલિકામાંથી 7 પર જીત મેળવી છે. ભાજપે માત્ર 2 નગરપાલિકામાં જીત મેળવી છે. જ્યારે એક નગરપાલિકા કોરબા પર ભાજપે લીડ કરી છે જ્યારે પંચાયતમાં કૉંગ્રેસે લીડ મેળવી છે.
છત્તીસગઢમાં આ વખતે મેયરની ચૂંટણી સીધી નહોતી યોજાઈ. કોર્પોરેટર મેયરને ચૂંટશે. આ ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. તમામ જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવામાં આવી હતી. જેના કારણે ચૂંટણીના પરિણામ આવવામાં વાર લાગી હતી. પરિણામ કાલે રાત્રે આવી ગયા હતા પરંતુ સત્તાવાર હવે જાહેરાત કરાઈ છે.