તમિલનાડુમાં કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન તૂટી પડવાની આરે છે. કોંગ્રેસે અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકેને ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, ટીવીકે પ્રમુખ થિરુ વિજયે તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસનો ટેકો માંગ્યો છે. તેમણે તેમના રાજકીય મિશનમાં પેરુમથલૈવર કામરાજ પાસેથી પ્રેરણા લેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનું વલણ સ્પષ્ટ છે: તમિલનાડુમાં એક ધર્મનિરપેક્ષ સરકારનો જનાદેશ છે, જે બંધારણનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે કે ભાજપ અને તેના સાથી પક્ષો કોઈપણ રીતે તમિલનાડુ સરકાર ચલાવી ન શકે. આને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ નેતૃત્વએ તમિલનાડુ કોંગ્રેસ સમિતિને ચૂંટણી પરિણામો અંગે રાજ્યની લાગણીઓને ધ્યાનમાં રાખીને થિરુ વિજયાની વિનંતી પર અંતિમ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

Continues below advertisement
Continues below advertisement

હવે ભાજપની નજર તમિલનાડુ પર – માનિકમ ટાગોરકોંગ્રેસ નેતા માનિકમ ટાગોરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ નિર્ણય ડીએમકે સરકાર વિરુદ્ધ આવ્યો છે. કેબિનેટના અડધા મંત્રીઓ પોતાની બેઠકો ગુમાવી ચૂક્યા છે. અમારી કોઈ ભૂલ ન હોવા છતાં અમને નુકસાન સહન કરવું પડ્યું છે. હવે ભાજપની નજર તમિલનાડુ પર છે. અમારા સામે સ્પષ્ટ પ્રશ્ન છે કે શું આપણે તેમના સાથે ઉભા રહેવું જોઈએ, જેઓને જનતાએ નકારી દીધા છે કે પછી આપણે તે શક્તિ સાથે એક થવું જોઈએ જેણે ભાજપ સામે લડત આપી છે અને તમિલનાડુ પર ભાજપનું શાસન રોકવા માટે સંઘર્ષ કરવો જોઈએ?

આ પણ વાંચો:'નિષ્પક્ષ ચૂંટણી થાય તો 140 બેઠકો પણ નહીં જીતે', રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

સરકાર રચનાને લઈને રાજ્યપાલનું નિવેદનસરકાર રચનાના મુદ્દે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું કે તેમને TVK તરફથી પત્ર મળ્યો છે. તેઓ સાંજે તેમને મળવા આવશે. તેમણે દાવો કર્યો છે કે તેમના પાસે બહુમત છે અને તેમને સરકાર બનાવવા આમંત્રિત કરવું જોઈએ. રાજ્યપાલે વધુમાં કહ્યું કે તેમની TVK પ્રમુખ વિજય સાથે મુલાકાત નક્કી થઈ છે અને હવે રાજ્યમાં નવી સરકાર રચાશે.

TVKની ઐતિહાસિક જીતતમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVKએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. આ નવી પાર્ટીએ ડીએમકે સરકારને સત્તાથી હટાવી દીધી છે. TVKએ 108 બેઠકો જીતી છે. ડીએમકે 59 બેઠકો સાથે બીજા સ્થાને રહી છે. જ્યારે એઆઈએડીએમકેને 47 બેઠકો મળી છે. કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળી છે, જ્યારે અન્ય પક્ષોને મળીને 8 બેઠકો મળી છે.