Punjab Former CM : પંજાબમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્ની ભાજપમાં જોડાઈ શકે છે. કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સે આનો દાવો કર્યો છે. જોકે, ચન્નીના નજીકના સૂત્રોએ આ વાતને નકારી કાઢી છે. તેમણે ભાજપ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ આ મામલે ભાજપના પ્રવક્તા અનિલ સરીનનું કહેવું છે કે તેમને આવા કોઈ ઘટનાક્રમની જાણ નથી.
ચરણજીત સિંહ ચન્નીના કટ્ટર વિરોધી નવજ્યોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા બાદ આ ઘટના બની શકે તેવી અટકળો ચાલી રહી છે. જાહેર છે કે, કોંગ્રેસ નેતા રાજા અમરિન્દર વારિંગે હાલમાં જ તેમને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.
ચન્ની સામે લુક આઉટ નોટિસ
ઉલ્લેખનીય છે કે, પંજાબ વિજિલન્સે શુક્રવારે જ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની વિરુદ્ધ એક અપ્રમાણસર કેસમાં લુક આઉટ નોટિસ જાહેર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચન્ની વિદેશ જવાના હતા પરંતુ તે પહેલા જ વિજિલન્સે તમામ એરપોર્ટ પર તેમની સામે લુક આઉટ નોટિસ જારી કરી હતી. ચન્ની હવે વિદેશ જઈ શકશે નહીં. ચન્ની પર સરકારી તિજોરીનો પોતાના ખાનગી મેળાવડામાં ઉપયોગ કરવાનો આરોપ છે.
ચન્ની ચૂંટણી બાદ વિદેશ ચાલ્યા ગયા હતા
પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ ચરણજીત સિંહ ચન્ની કેનેડા ગયા હતા. તે ત્યાં 8 મહિનાથી વધુ રહ્યાં હતાં. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે, તે ભારત આવતાની સાથે જ તેમની અટકાયત થઈ શકે છે. આ દરમિયાન સીએમ ભગવંત માને ફરી એકવાર વિધાનસભામાં ચરણજીત સિંહ ચન્નીનું નામ લીધું અને કહ્યું કે તેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
Rahul Gandhi : કોંગ્રેસ નેતા ભાન ભુલ્યા, રાહુલને સજા સંભળાવનારા સુરત કોર્ટના જજને ખુલી ધમકી
Rahul Gandhi News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા બાદ તરત જ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસે તમામ રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. સંસદથી રોડ સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા. હવે આ મામલામાં કોંગ્રેસના એક નેતાએ રાહુલ ગાંધીને સજા સંભળાવનારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જજ એચએચ વર્માને ધમકી આપી છે.
તમિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસની SC/ST પાંખ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરી રહી હતી. દરમિયાન પાર્ટીના જિલ્લા વડા મણિકંદને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, 23 માર્ચે સુરત કોર્ટે અમારા નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જસ્ટિસ એચ વર્મા સાંભળીલો, જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે તમારી જીભ કાપી નાખીશું.
Congress : શું ભાજપ કોંગ્રેસની મોટી વિકેટ પાડવાની ફિરાકમાં? પંજાબમાં રાજકીય હલચલ
gujarati.abplive.com
Updated at:
08 Apr 2023 06:57 PM (IST)
પંજાબમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્ની ભાજપમાં જોડાઈ શકે છે. કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સે આનો દાવો કર્યો છે.
કૉંગ્રેસ
NEXT
PREV
Published at:
08 Apr 2023 06:57 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -