નવી દિલ્હી: લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ત્રણ જવાન શહીદ થઈ ગયા છે. આ આમલે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ કેન્દ્રની મોદી સરકારને કાર્યવાહી કરવાની માંગ કરી છે. અધીર રંજને કહ્યું કે, ચીનને આપણા જવાનોને આ રીતે મારવાનો કોઈ અધિકાર નથી. ચીની સૈનિકોનો આ પ્રકારનો વ્યવહાર ચલાવી નહીં લેવાય


અધીર રંજને કહ્યું કે, “પીએમ મોદીને મારી વિનંતી છે કે, ભારત ચીન સાથે બદલો લે, જેથી ચીન બીજી વખત આપણા પર હુમલો કરવાની હિંમત ના કરે. અમે બદલો લેવાની માંગ કરીએ છે. તેમણે આપણી ફૌજ પર ગોળી ચલાવી છે. તેનો બદલો લેવો જોઈએ.”

આ પહેલા આ ઘટના પર કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “આ ચૌંકાવનારું છે, અવિશ્વસનીય અને અસ્વીકાર્ય છે. શું રક્ષામંત્રી તેની પુષ્ટી કરશે ? ”

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ગલવાન ખીણમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગઈકાલે રાત્રે બન્ને પક્ષોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ચીનના હુમલામાં ભારતના ત્રણ જવાન શહીદ થયા છે. શહીદોમાંથી એક અધિકારી અને બે જવાન સામેલ છે. 1967 બાદ પહેલી ભારત અને ચીનની સરહદ પર આવી અથડામણ થઇ છે.