મોદી સરકારના કોગ્રેસના સીનિયર નેતા જનાર્દન દ્ધિવેદીએ વખાણ કર્યા હતા.જનાર્દને કહ્યુ હતું કે, મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયાજી હંમેશા આ આર્ટિકલના વિરુદ્ધમાં હતા. મોડુ થવા છતાં એક ઐતિહાસિક ભૂલને સુધારી લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના ભાગલા પાડી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે કોગ્રેસના 370 કલમને લઇને વિરોધના વિરોધમાં પાર્ટીના રાજ્યસભાના સભ્ય ભુવનેશ્વર કાલિતાએ સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. નાયડુએ કહ્યું કે, કલમ 370 હટાવવા અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પર કોગ્રેસના વલણના વિરોધમાં મે રાજીનામું આપ્યું છે.