#Article370: અડવાણીએ મોદી-શાહને અભિનંદન આપી કહી આ મોટી વાત, જાણો વિગતે
abpasmita.in | 05 Aug 2019 08:20 PM (IST)
અડવાણીએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપી કહ્યું, જનસંઘના જમાનાથી કલમ 370ને ખતમ કરવી બીજેપીની મૂળ વિચારધારાનો હિસ્સો રહ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઐતિહાસિક ફેંસલો લેતા કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષ રાજ્યના દરજજાને ખતમ કરી દીધો છે. સરકારના આ ફેંસલાનું બીજેપીના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પણ સ્વાગત કર્યું છે. આ માટે અડવાણીએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા છે. તમણે કહ્યું કે, જનસંઘના જમાનાથી કલમ 370ને ખતમ કરવી બીજેપીની મૂળ વિચારધારાનો હિસ્સો રહ્યો છે. રામ મંદિર અને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 સામેના આંદોલનના અગ્રણી રહેલા અડવાણીએ કહ્યું હતું કે આ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે બહાદુરી ભર્યું પગલું છે. સૌથી લાંબા સમય સુધી બીજેપીના અધ્યક્ષ રહેનાર અડવાણીએ કહ્યું હતું કે જનસંઘ દરમિયાનથી જ આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવી અમારી વિચારધારાનો ભાગ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કરતા ખુશી થઈ અને મને વિશ્વાસ છે કે આ રાષ્ટ્રીય એકતા માટે મજબૂત કદમ સાબિત થશે. હું પીએમ નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહને આ ઐતિહાસિક નિર્ણય માટે અભિનંદન આપું છું. જમ્મુ, કાશ્મીર અને લદાખમાં શાંતિ, સદ્ભાવ અને પ્રગતિની કામના કરું છું. મોદીના ‘મન કી બાત’ની જેમ રૂપાણી કરશે ‘મનની મોકળાશ’, જાણો ક્યારે અને કઈ જગ્યાએ યોજાશે કાર્યક્રમ જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો કોઈપણ નાગરિક મિલકત ખરીદી શકશે, થશે આ 10 મોટા બદલાવ, જાણો વિગત #Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત