ભોપાલઃ દક્ષિણ-પશ્ચિમ ભોપાલથી કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પીસી શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી  છે.


પીસી શર્માએ ટ્વિટ કરીને કહ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારવાર માટે હું ચિરાયુ હોસ્પિટલમાં દાખલ થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો તેમની તપાસ કરાવી લે. તેમના આ ટ્વિટ બાદ સમર્થકો અને સાથી ધારાસભ્યો જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.



શર્મા થોડા દિવસ પહેલા કોંગ્રેસની બેઠકમાં પણ સામેલ થયા હતા. 28 જુલાઈએ તેઓ ગ્વાલિયરમાં હતા અને એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કર્યુ હતું. આ ઉપરાંત ગ્વાલિયરમાં કોંગ્રેસ નેતાના ઘરે પણ ગયા હતા.

થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16,95,988 પર પહોંચી છે અને 36,511 લોકોના મોત થયા છે. 10,94,374 લોકો સાજા થઈ ગયા છે અને 5,65,103 એક્ટિવ કેસ છે.