નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત હુમલો કરતાં રહ્યા છે. આ વખતે રાહુલ બેરોજગારી દૂર કરવા માટે મનરેગા જેવી યોજના અને ગરીબો માટે ન્યાય યોજના લાગુ કરવાની વાત કરી રહ્યા છે. ઉપરાંત કોંગ્રેસ નેતા ફરી એક વખત મોદી સરકાર પર સૂટ-બૂટ-લૂટની સરાકર હોવાનો આરોપ લગાવ્યો છે.


રાહુલ ગાંધીએ એક ગ્રાફ શેર કરતાં ટ્વિટર પર લખ્યું, “શહેરમાં બેરોજગારીની મારથી પીડિતો માટે MGNREGA જેવી યોજા અને દેશભરના ગરીબ વર્ગ માટે NYAY લાગુ કરવો જરૂરી છે. આ અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ જ ફાયદાકારક હશે. શું સૂટ-બૂટ-લૂટની સરકાર ગરીબોનું દર્દ સમજી શકશે?''


કોરોના વાયરસને કારણે દેશમાં લગભગ દરેક મોર્ચે આવી રહેલ સંકટ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. મજૂરોના પલાયનથી લઈને બેરોજગારી અને આર્થિક મુદ્દાને લઈને તે સરકારને ઘેરતા રહે છે. ઉપરાંત તે મનરેગા અને ન્યાય યોજના લાગુ કરવાની પણ સતત તરફેણ કરી રહ્યા છે.