પટિયાલા: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પંજાબ કૉંગ્રેસ દ્વારા આયોજિત ખેતી બચાવો યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. કેંદ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણામાં ઘણા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન બધાની નજર રાહુલ ગાંધી પર પડી જ્યારે તેઓ ડ્રાઈવિંગ સીટ પર બેઠા હતા. રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા અન તેમની સાથે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત સહિત અન્ય નેતાઓ સવાર હતા.



કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો કે કૃષિ સંબંધી ત્રણ બિલથી ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા નષ્ટ થઈ જશે. તેમણે સંવાદદાતા સાથે વાતચીતમાં એ દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ કાયદાના માધ્યમથી પોતાના કેટલાક ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માંગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ જે ત્રણ કાયદા બનાવાયા તે ખાદ્ય સુરક્ષાની હાલની વ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું પહેલા નોટબંધી કરવામાં આવી અને જીએસટી લાગૂ કરવામાં આવ્યું. જેનાથી નાના અને મધ્યમ વેપાર નષ્ટ થઈ ગયો છે. સરકારે કોઈ મદદ નથી કરી. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં ખાદ્ય સુરક્ષાની એક વ્યવસ્થા છે. જો તે તૂટી ગઈ તો ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય લોકોને પણ નુકસાન થશે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ