Rahul Gandhi Speech Highlights: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લંડનમાં આપેલ નિવેદનથી હંગામો મચી ગયો છે. ભાજપ તેમની પાસેથી માફી માંગવા પર અડગ છે. આ નિવેદનને લઈને સંસદના બંને ગૃહોમાં હોબાળો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ મામલે પીસી કરી રહ્ય છે.


 






રાહુલ ગાંધીએ કહ્યું કે સવારે હું સંસદ ગયો અને સ્પીકર (લોકસભા) સાથે વાત કરી કે મારે બોલવું છે. સરકારના ચાર મંત્રીઓએ મારા પર આક્ષેપો કર્યા હતા, તેથી મને ગૃહમાં બોલવાનો અધિકાર છે. હું આશા રાખું છું કે આવતીકાલે મને સંસદમાં બોલવાની મંજૂરી આપવામાં આવશે. હું સાંસદ છું અને સંસદમાં જવાબ આપીશ.


અગાઉ ગુરુવારે, તેમણે લંડનમાં કરેલી તેમની "લોકશાહી પર હુમલો" ટિપ્પણી માટે માફી માંગવાની ભાજપની માંગ પર પણ પ્રતિક્રિયા આપી હતી. સંસદમાં જતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે ભારત વિરોધી કંઈ કહ્યું નથી. રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરને મળવા અને બોલવા માટે પણ સમય માંગ્યો છે.


રાહુલ ગાંધીએ શું કહ્યું?


કોંગ્રેસના સાંસદે કહ્યું કે આજે મારા આગમન બાદ ગૃહને 1 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા, નરેન્દ્ર મોદી અને અદાણીજી વચ્ચેના સંબંધો પર મેં ગૃહમાં આપેલું ભાષણ ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. એ ભાષણમાં એવું કંઈ નહોતું જે જાહેર રેકોર્ડમાં ન હોય. જો ભારતીય લોકશાહી કાર્યરત હોત તો હું સંસદમાં બોલી શક્યો હોત. તમે ખરેખર જે જોઈ રહ્યા છો તે ભારતીય લોકશાહીની પરીક્ષા છે.


મોદીજી અને અદાણીજી વચ્ચે શું સંબંધ છે?


તેમણે કહ્યું કે સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે તેથી તેમણે આ 'તમાશો' કર્યો છે. અદાણી વિશે સંસદમાં મારા છેલ્લા ભાષણમાં પૂછાયેલા પ્રશ્નોનો વડાપ્રધાને હજુ સુધી જવાબ આપ્યો નથી. મને લાગે છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે મોદીજી અને અદાણીજી વચ્ચે શું સંબંધ છે. સરકાર અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માંગે છે. આ પહેલા ગુરુવારે સંસદમાં જતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે ભારત વિરોધી કંઈ કહ્યું નથી.