Indian Army Cheetah Helicopter: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. તેમાં માત્ર પાઈલટ અને કો-પાઈલટ હતા.


ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.


ગત વર્ષે પણ ક્રેશ થયું હતું ચિતા હેલિકોપ્ટર


આ પહેલા વર્ષ 2022માં પણ ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર તવાંગ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટમાંથી એકનું મોત થયું હતું. આસામના તેજપુરમાં સેનાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે તવાંગ નજીકના ફોરવર્ડ વિસ્તારમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર 5 ઓક્ટોબર 2022ના રોજ સવારે 10 વાગ્યે ક્રેશ થયું હતું. બંને પાઈલટને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ એકને બચાવી શકાયો ન હતો.મૃતક પાઈલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ હતી.






અરૂણાચલ પ્રદેશ પોલીસે શું કહ્યું


અરૂણાચલ પ્રદેશ પોલીસે કહ્યું, આર્મી હેલિકોપ્ટર સેંગે ગામથી મિસમરી જઈ રહ્યું હતું ત્યારે મધ્યમાં સંપર્ક તૂટી ગયો હતો અને તે શોધી શકાયું ન હતું. લગભગ 12.30 વાગ્યે બંગજલેપ, દિરાંગ પીએસના ગ્રામવાસીઓએ માહિતી આપી કે ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળી આવ્યું છે. વિમાનમાં બે પાઈલટ સવાર હતા. આર્મી, એસએસબી અને પોલીસની શોધ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. હાલમાં, આ વિસ્તારમાં કોઈ સિગ્નલ ન હોવાથી કોઈ ફોટા ઉપલબ્ધ નથી. આજે હવામાન અત્યંત ધુમ્મસવાળું છે અને વિઝિબિલિટી 5 મીટર છે.




ગુજરાત સરકારના રોજગારીના મસમોટા દાવાઓની વચ્ચે વિધાનસભામાં બેરોજગારીના આંકડા રજૂ થયા. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ આપેલી વિગત પ્રમાણે, રાજ્યના 31 જિલ્લાઓમાં 2,70,922 શિક્ષિત બેરોજગાર, 12,219 અર્ધ શિક્ષિત બેરોજગાર મળીને કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે. તેની સામે સરકારે 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી પૂરી પાડી હોવાના દાવાઓ કરે છે પરંતુ સરકારી રોજગાર કચેરી દ્વારા સરકારી નોકરી કેટલા બેરોજગારને પૂરી પાડવામાં આવી તેની માહિતી ઉપલબ્ધ નથી. વિધાનસભા ગૃહમાં જુનાગઢ અને પોરબંદરમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગાર કેટલા નોંધાયા છે ? તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકાર જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં કુલ 10323 બેરોજગાર નોંધાયા છે, જેમાં શિક્ષિત બેરોજગાર કુલ 9866 છે અને અર્ધ શિક્ષિત 457 બેરોજગાર જોવા મળ્યા છે. જ્યારે પોરબંદરમાં કુલ 4644 બેરોજગાર નોંધાયા છે, જેમાં શિક્ષિત 4469 બેરોજગાર અને અર્ધ શિક્ષિત કુલ 175 બેરોજગાર જોવા મળ્યા છે. જો કે છેલ્લા બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં કુલ 10323 માંથી 4573 લોકોને રોજગારી આપવામાં આવી છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 4644 માંથી 4053 બેરોજગાર ને રોજગારી આપવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રોજગાર વિનિયમ કચેરી હેઠળ ખાનગી રોજગારી મળી છે, જેની અદર જુનાગઢમાં 4573 અને પોરબંદરમાં 4051 બેરોજગાર ને રોજગારી આપી છે.