રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, "કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિઓઃ ફેબ્રુઆરીમાં નમસ્તે ટ્રમ્પ, માર્ચમાં એમપીમાં સરકાર ઉથલાવી, એપ્રિલમાં મીણબત્તી સળગાવી, મેમાં સરકારની છઠ્ઠી વર્ષગાંઠ, જૂનમાં બિહારમાં વર્ચુઅલ રેલીની સાથે સાથે જુલાઈમાં રાજસ્થાન સરકાર ઉથલાવવાની કોશિશ કરી. તેથી દેશ કોરોનાની લડાઈમાં 'આત્મનિર્ભર' છે."
રાજસ્થાનમાં રાજકી સંકટ ચાલી રહ્યું છે અને અશોક ગહલોત તથા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચેની લડાઇએ કોંગ્રેસને પરેશાન કરી દીધી છે. આજે પણ રાજસ્થાન હાઇકોર્ટમાં રાજસ્થાનના બળવાખોર ધારાસભ્યો સહિત સચિન પાયલટની અરજી પણ સુનાવણી થઈ રહી છે.
સોમવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, સચિન પાયલટ છ મહિના પહેલા જ બીજેપી સાથે મળીને કાવતરું રચી રહ્યો હતો. ગેહલોતે સચિન પાયલટનો ઉલ્લેખ કરી રહ્યું, તે (પાયલટ) નેતાઓને કહી રહ્યો હતો કે હું રિંગણ વેચવા નથી આવ્યો, સીએમ બનવા આવ્યો છું.
ગેહલોતે કહ્યું, સચિન પાયલટ વિરુદ્ધમાં કોઈ એક શબ્દ નહોતું બોલ્યું. મેં બધાને પાયલટનું સન્માન કરવા કહ્યું હતું તેમ છતાં પીઠમાં છરો ભોંક્યો. જે અત્યાર થયું તે રમત પહેલા થવાની હતી.