નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદનના વીર પરાક્રમ પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. નેતાઓ જશ ખાટવા માટે આગળ વધી રહ્યાં છે. હાલમાં પાકિસ્તાનમાં વીરતા બતાવીને દેશ પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન માટે લોકોને ગર્વ છે ત્યારે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે અભિનંદનને લઇને એક વિવાદિત નિવેદન આપી દીધુ છે.

વિંગ કમાન્ડર અભિનંદનને આખો દેશ સલામ કરી રહ્યો છે. મિગ 21થી પાકિસ્તાનના F16 વિમાનને ઉડાવીને અભિનંદને બહાદુરી બતાવી છે.



કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે અભિનંદનના પાયલટ બનવાનો શ્રેય યુપીએ સરકારને આપ્યો છે. તેમને કહ્યું કે, અભિનંદન 2004માં પાયલટ બન્યો હતો, અને ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી.



સલમાન ખુર્શીદે ટ્વીટ કર્યુ, ''દુશ્મનની આક્રમકતાની સામે ભારતીય એટેકના ચહેરા અભિનંદનને ખુબ ખુબ અભિનંદન. સંકટના સમયે તેમને ખુબ શાનદાર સંતુલન અને આત્મવિશ્વાસ બતાવ્યો. અમને એ વાતનો ગર્વ છે કે તે વર્ષ 2004માં એરફોર્સમાં સામેલ થયા અને યુપીએના શાસનકાળ દરમિયાન એક મેચ્યૉર ફાઇટર પાયલટ બન્યા.'


ઉલ્લેખનીય છે કે, સલમાન ખુર્શીદના આ નિવેદનની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત નિંદા થઇ રહી છે.