ઈન્દોર: પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને લઇને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. મમતા બેનર્જી બાદ હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે એર સ્ટ્રાઇકના પુરાવા જાહેર કરવાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે જે રીતે અમેરિકા બિન લાદેન વિરુદ્ધ કરેલી કાર્યવાહીના સબૂત જારી કર્યા હતા, તે રીતે આપણે પણ પુરાવા જાહેર કરવા જોઈએ.



દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘હું સેનાની કાર્યવાહી પર કોઈ સવાલ નથી ઉઠાવી રહ્યા. આ ટેકનોલોજીનો યુગ છે. આજે અમે જે વાત કરી કર્યા છે. તે કોઈથી છુપાયેલ નથી. સેટેલાઇટના માધ્યમથી તમામ તસ્વીરો સામે આવી જાય છે. જે રીતે અમેરિકાની સરકારે ઓસામા બિન લાદેન વિશે આખા વિશ્વને આપી હતી તે રીતના પ્રમાણ આપણે પણ આપવા જોઈએ.’

અભિનંદનનો ખુલાસો, કહ્યું- 'પાક. આર્મીએ મને માર્યો નથી, પરંતુ માનસિક પરેશાન કર્યો'

જ્યારે દુશ્મનમાં ભારતના પરાક્રમનો ડર હોય તો એ ડર સારો છેઃ PM મોદી

ઉલ્લેખનીય છે કે, હાલમાંજ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકાર પાસે એરસ્ટ્રાઇકના પુરાવાની માંગ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ વડાપ્રધાને કોઇ સર્વપક્ષીય બેઠક બોલાવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે સરકારને ઓપરેશનની જાણકારી જણાવવા કહ્યું છે.

મમતા બેનર્જીએ માંગ્યા એરસ્ટ્રાઇકના પુરાવા, PM મોદીને પૂછ્યું- કેટલા આતંકી માર્યા?

વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો આભાર માનતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ઇમરાન ખાને હવે બહાદુરી દેખાડતા હાફિજ સઈદ અને મસૂદ અજહર જેવા આતંકી આકાઓને ભારતના હવાલે કરી દેવું જોઈએ.