શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કર્યું હતું કે, હું સ્પષ્ટ બોલવા માટે પ્રસિદ્ધ અથવા તો બદનામ રહ્યો છું. હું તમારી, તમારા PMO અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કરું છું. હું એર ઈન્ડિયા અને તેના ક્રૂના પણ વખાણ કરું છું. જે ચીનના વુહાનથી ભારતીય બાળકો અને વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે ત્યાં ગયા’.
બોલિવૂડના ફેમસ એક્ટર અને પટના સાહિબના પૂર્વ સાંસદે વધુ એક ટ્વીટ કરી લખ્યું હતું કે, રાજનીતિ પોતાની જગ્યાએ છે, ચૂંટણી પોતાની જગ્યાએ છે. આ માનવતા રાષ્ટ્રીય હિતમાં છે. ઈમર્જન્સીમાં આટલી જલદી મદદ માટે હું આભાર સાથે તમને અને તમારા લોકોને હંમેશાની જેમ સેલ્યૂટ કરું છું.