તમામ જિલ્લાઓમાં આ બાબતમાં પ્રભાવી પગલાઓ ઉઠાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું સરકાર એ લોકોની યાદી બનાવી રહી છે જેઓ વુહાનથી પરત ફર્યા છે. તેના માટે ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાની તૈયારીઓ છે. દરેક શંકાસ્પદ દર્દી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
સોમવારે કેરળમાં એક વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ હોવાની જાણકારી સામે આવી હતી. હાલમાં જ એ શખ્સે ચીનની યાત્રા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોરોના વાયરસ એ શખ્સમાં પોઝિટિવ આવ્યું છે. દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે.તેની હાલત સ્થિર છે. સ્વાસ્થ્ય ટીમ દર્દીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે.
કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો રહ્યો છે. ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા 647 ભારતીયોને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારે ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થયા છે.
સમગ્ર વિશ્વમા હાલ કોરોના વાયરસનો કહેર છે. ચીનથી પરત ફરી રેહલા મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાયરસનો ત્રીજો કેસ ભારતમાં સામે આવ્યો છે. આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે.