નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે. મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે. કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
કોરોના વાયરસને લઇને કોગ્રેસ નેતા અજય માકને કહ્યુ કે, તે સરકારના તમામ પ્રયત્નોમાં સાથે ઉભી છે. વિપક્ષ તરીકે અમે સરકાર સાથે ખભેખભા મિલાવીને ઉભા છીએ.
બીજી તરફ કોગ્રેસના લોકસભાના સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યુ કે, જે રીતે કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે જેને રોકવા માટે બધુ બંધ કરી દેવું જોઇએ. તે સિવાય કોગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ વિદેશ મંત્રી આનંદ શર્માએ કહ્યુ કે, આટલી મોટી સંખ્યામાં લોકો સાંસદ આવી રહ્યા છે. નાણાકીય બિલને લઇને કોઇ એવું કામ નથી આ બજેટ સત્રમાં તેમ છતાં સરકાર અડગ છે કે તે સંસદના બજેટ સત્રને સ્થગિત કરવા માંગતી નથી. અમે માંગણી કરી રહ્યા છીએ કોરોના વાયરસના કારણે સંસદ સત્રને સ્થગિત કરી દેવામાં આવે.
કોરોના સંકટ પર કોગ્રેસે કહ્યુ- અમે તમામ પ્રયાસોમાં સરકારની સાથે છીએ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2020 10:25 PM (IST)
કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -