નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસને લઈને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકો બની શકે તો ઘરેથી કામ કરે. ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓ ઘરેથી કામ કરે તેના પર ભાર આપે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીના તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુધી બંધ રહેશે. લોકો માત્ર ભોજન પેક કરાવી શકશે.




અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 10 કેસ સામે આવ્યા છે, જેમાં 2 લોકો સ્વસ્થ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં તમામ કોલેજ, આઈટીઆઈ બંધ કરી બંધ કરવામાં આવ્યા છે. તમામ બસોને બસ ડિપો પર ડિસ ઇન્ફેક્શન કરવામાં આવશે. સવારે 10થી સાંજે 6 સુધી ગાડીઓને ડિસ ઇન્ફેક્શન કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 20થી વધારે લોકોને રાજ્યમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, સેમિનાર, સમ્મેલનો માટે કોઈપણ સ્થાન પર એકઠા થવાની મજૂરી નહી આપવામાં આવે.

કોરોના વાયરસથી દુનિયાભરમાં બે લાખથી વધારે લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં 9000 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 167 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 4 લોકોના મોત થયા છે.