જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આવતીકાલે કૉંગ્રેસ ધારાસબ્ય દળની બેઠક છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું રાજકીય સ્થિતિ પર ચર્ચા માટે કૉંગ્રેસ ધારાસભ્ય દળની એક બેઠક કાલે સવારે 10 વાગ્યે થશે. જો કોઈને મતભેદ હોય તો ખુલ્લા દિમાગની બધાને કહેવા જોઈએ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દરેકની વાત સાંભળવા અને સમાધાન માટે તૈયાર છે.




સુરજેવાલાએ કહ્યું, અમે સચિન પાયલટ અને તેમની સાતે અન્ય લોકોને ફરી આમંત્રણ આપ્યું છે. પરિવારના સદસ્યોનું સમ્માન પરિવારની અંદર જ થાય છે. તેમને આવવું જોઈએ અને તેના પર વાત થવી જોઈએ કે રાજસ્થાનના 8 કરોડ જનતાની સેવા કઈ રીતે કરી શકાય.

ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે રવિવારે જાહેરાત કરી હતી કે ગહેલોત સરકાર લધુમતિમાં છે, કારણ કે 30 ધારાસભ્યો તેને સમર્થન આપવા માટે તૈયાર છે. અટકળો ચાલી રહી છે કે શું પાયલટ મધ્યપ્રદેશની જેમ ભાજપમાં સામેલ થશે અથવા તો ત્રીજો મોરચો બનાવે, જેને ભાજપ બહારથી સમર્થન આપે. કૉંગ્રેસ સતત પાયલટને મનાવવાની કોશિશ કરી રહ્યું છે.