નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કહેર સતત વધી રહ્યો છે. પંજાબમાં પણ આ મહામારી લોકોને ભરડામાં લઈ રહી છે. પંજાબમાં 24 કલાકમાં કોરોના વાયરસના 234 નવા કેસ સામે આવતા સંક્રમિતોની સંખ્યા 7821 પર પહોંચી છે. રાજ્યમાં મૃતકઆંક 199 પર પહોંચ્યો છે.

પંજાબમાં વધતા કોરોનાના મામલાના કારણે રાજ્ય સરકાર પણ હવે હરકતમાં આવી ગઈ છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા રાજ્યમાં કટેલાક વધુ કડક પગલાં ભરવાની તૈયારી કરી લીધી છે. રાજ્ય સરકારે પંજાબમાં આ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.



- પંજાબમાં પબ્લિક ગેધરિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
- કોઈપણ મીટિંગમાં 5થી વધારે લોકો સામેલ નહીં થાય.
- ઓફિસમાં દરેક અધિકારીએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
- લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા 50થી ઘટાડીને 30 કરી દેવામાં આવી છે.
- કોઈપણ વ્યક્તિ જો નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો FIR નોંધવામાં આવશે.

કોરોનાના કેસ વધતા વિશ્વના આ જાણીતા દેશે દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

પીએમ મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે કરી વાત, ગૂગલ ભારતમાં કરશે 75 હજાર કરોડનું રોકાણ