Rajasthan News:   કોંગ્રેસ (Congress) એ રાજસ્થાનમાં પાર્ટીના બે મોટા નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને સમાપ્ત કરવા માટે એક યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત કેન્દ્રીય નેતૃત્વ ફરી એકવાર સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે બેઠક કરવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જે રીતે છત્તીસગઢમાં વિવાદનો ઉકેલ આવ્યો છે, તેવી જ રીતે અહીં પણ ચૂંટણી પહેલા બાબતોને સુધારી લેવામાં આવશે.


સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ સચિન પાયલટને સન્માનજનક પદ આપવા માંગે છે, પરંતુ રાજસ્થાનમાં છત્તીસગઢની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે નહીં અને સચિન પાયલટને ચૂંટણીના વર્ષમાં ડેપ્યુટી સીએમની જવાબદારી આપવામાં આવશે નહીં, પરંતુ તેમને રાજસ્થાનમાં કોંગ્રેસ પ્રચાર સમિતિ અથવા તેમને રાષ્ટ્રીય સમિતિમાં મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે સચિન પાયલોટ આ જવાબદારી સ્વીકારશે કે નહીં તે પણ યક્ષ પ્રશ્ન છે.


2018માં જ્યારે કોંગ્રેસે ચૂંટણી જીતી ત્યારે સચિન પાયલટ પ્રદેશ અધ્યક્ષ હતા. તેમને આશા હતી કે તેમને સીએમની ખુરશી મળશે પરંતુ સીએમ પદની જવાબદારી અશોક ગેહલોતને આપવામાં આવી હતી. આ પછી સચિન પાયલટે 2020માં બળવો શરૂ કર્યો અને ત્યારથી બંને વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે સચિન પાયલટે પાછલી સરકારના કથિત ભ્રષ્ટાચારને લઈને અશોક ગેહલોત પર નિશાન સાધવાનું શરૂ કર્યું અને તપાસની માંગણી સાથે પદયાત્રા કરી. બંને નેતાઓને દિલ્હી બોલાવીને સમજાવવામાં આવ્યા અને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે હવે બધું બરાબર છે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત હતી. અને કદાચ આ જ કારણ છે કે ફરી એકવાર કોંગ્રેસ હાઈકમાન્ડ બંને સાથે નવેસરથી બેઠક કરવા જઈ રહ્યું છે.


છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પાડ્યો મોટો ખેલ


છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને રાજ્યના આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમને નવી જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં સીએમ બઘેલને 'કાકા' અને ટીએસ સિંહ દેવને 'બાબા' કહેવામાં આવે છે. બુધવારે દિલ્હીમાં છત્તીસગઢને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક યોજાઈ હતી. આ પછી રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા. આ નિમણૂક સાથે, છત્તીસગઢમાં કોંગ્રેસે વિવાદને ઉકેલવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.


મહારાજ સાહેબને અભિનંદન


2018ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવની જોડીએ કોંગ્રેસને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સીએમ ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું, અમે તૈયાર છીએ. મહારાજ સાહેબને નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી માટે અભિનંદન અને શુભેચ્છાઓ.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial