નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસે કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. વર્ષ 2020 આખુ કોરોના કાળમાં ગયુ, અને હવે તે મહામારીને ભારતમાં આવ્યા બાદ લૉકડાઉન લાદવાને એક વર્ષ પુરુ થઇ ગયુ છે. 24 માર્ચ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા દેશભરમાં લૉકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. આ મામલે હવે કોંગ્રેસે #FailedLockdownAnniversary કહીને મોદી સરકારની મજાક ઉડાવી છે.
કોરોના સંક્રમણના કારણે 24 માર્ચ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેના કારણે વિપક્ષી દળોએ મોદી સરકારની નિંદા કરીને આ લૉકડાઉનને નિષ્ફળ ગણાવ્યુ હતુ. એક વર્ષ પુરુ થયા બાદ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક પૉસ્ટ શેર કરીને મોદી સરકારના લૉકડાઉનના નિર્ણયની મજાક ઉડાવી છે. પૉસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું -કોઇ ભારતીય ફરીથી લૉકડાઉન નથી જોવા માંગતો.
કોંગ્રેસે પોતાની ટ્વીટર પૉસ્ટમાં પીએમ મોદીની ટીવી પર સંબોધિત કરતી એક તસવીર શેર કરી છે. જેના પર લખ્યું છે -આજ રાત આઠ બજે...... કોંગ્રેસે આ ટ્વીટમાં કેપ્શન આપ્યુ છે કે - What no Indian wants to see ever again. અને આને #FailedLockdownAnniversary સાથે શેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે મોદી સરકારના આ લૉકડાઉનની એનિવર્સરીની પુરજોશમાં નિંદા કરી હતી, લૉકડાઉનના નિર્ણયને જાણ્યા સમજ્યા વિના લેવાયેલો નિર્ણય ગણ્યો હતો.
કોંગ્રેસે કહ્યું કે લૉકડાઉનના નિર્ણયથી આખા દેશમાં અફડાતફડી મચી ગઇ હતી. લાખો મજૂરો પગપાળા ચાલીને વતન પહોંચ્યા હતા, તે વળી કેટલાકનુ રૉડ અકસ્માતમાં મોત પણ થઇ ગયુ હતુ. કોંગ્રેસનુ કહેવુ છે કે જ્યારે લૉકડાઉનની જાહેરાત કરવામા આવી ત્યારે દેશમાં 6 હજાર લોકોના જ મોત થયા હતા, અને 600 એક્ટિવ કેસ હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યુ, તે સમયે દેશમાં કોરના વાયરસના કુલ 500 કેસો હતા, પરંતુ એક વર્ષ બાદ જોઇએ તો આનો કેર વધીને લાખોમાં પહોંચી ગયો. બાદમાં દેશમાં કોરોનાના કેસ વધીને 1,16,86,796થી પણ વધુ થઇ ગયા હતા. આ વાયરસથી અત્યાર સુધી 1,60,166 લોકોના મોત થઇ ચૂક્યા છે.