રાજસ્થાનમાં પણ રાજ્યસભામાં ત્રણ સીટો માટે શુક્રવારે મતદાન દરમિયાન ધારાસભ્ય વાજિબ અલી પીપીઈ કિટ પહેરીને મતદાન કર્યું હતું. વાજિબ અલી એક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા હતા. સવારે જ્યારે મતદાન કરવા ગયા ત્યારે તેમે મતપત્ર આપી દીધું, પરંતુ તેની વચ્ચે ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે વાંધો ઉઠાવ્યો હતો કે, ધારાસબ્ય એક દિવસ પહેલા જ વિદેશની પરત ફર્યા છે. તેના પર ચૂંટણી અધિકારીએ તેમનું મતપત્ર લઈ લીધું હતું. તેના બાદ તેમણે પીપીઈ કિટ પહેરીને મતદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની 3માથી 2 સીટ ભાજપને મળી છે જ્યારે એક સીટ કોંગ્રેસને મળી છે. કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને જીત મળી છે. જ્યારે ભાજપના ખાતમા બે બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જીત મેળવી છે.