કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2020 04:59 PM (IST)
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અહેમદ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી તેની માહિતી આપી છે.
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અહેમદ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી તેની માહિતી આપી છે. અહેમદ પટેલે જણાવ્યું કે તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહેમદ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, મને કોવિડ 19 પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જે લોકો મારી સાથે નજીકના સંપર્કમાં આવ્યા હતા તેને હું સેલ્ફ આઇસોલેશનમાં રહેવા માટે વિનંતી કરું છું." ઉલ્લેખનીય છે કે દેશભરમાં અનલોક-5ની ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. જોકે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખને નજીક પહોંચી ગયો છે. 98678 લોકોના આ વાયરસના કારણે જીવ ગયા છે. સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ