બિગ બોસના ઘરમાં મેકર્સે રાધે માંની એન્ટ્રી કન્ફર્મ કરી દીધી છે. વિતેલા મંગળવારે રાધે માંને એક વીડિયો કલર્સ ચેનલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતાં જોવા મળી રહી છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ પણ સંભળાય છે. બીજી બાજુ મીડિયા રિપોર્ટમાં રાધે માંની ફીસને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, રાધે માંની ફીસ એટલી તગડી છે કે તે બિગ બોસ 14ની સૌથી વધારે ફી લેનારી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે.
આ રિપોર્ટમાં બિગ બોસ ફેન પેજને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, રાધે માંના બિગ બોસના ઘમાં રહેવા માટે દર સપ્તાહે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઓફર આ સીઝનમાં આવનારા તમામ કન્ટેસ્ટન્ટથી વધારે છે. જોકે હાલમાં કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઉપરાંત સ્પોટબોયના એક રિપોર્ટમાં રાધા માં અને શોના મેકર્સની વચ્ચે અસમહતિનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટમાં કહેવાય છે કે, બિગ બોસના મેકર્સે તેને તેનું ત્રિશૂલ ઘરની બહાર છોડીને જવા માટે કહ્યું હતું પરંતુ રાધે માં તેના માટે તૈયાર ન હતા. કહેવાય છે કે, બિગ બોસના કન્ટેસ્ટન્ટ માટે નિયમ છે કે તે કોઈ એવી વસ્તુ ઘરમાં લઈને ન જઈ શકે જેમાં સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચી શકે. હવે જોવાનું એ છે કે આ અસમહતિનું પરિણામ શું હશે.