Congress leader Priyanka Gandhi: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડથી પેટાચૂંટણી જીતી હતી. તેમણે આજે સંસદ સભ્ય તરીકે શપથ લીધા છે. જ્યારે પ્રિયંકા ગાંધી હોદ્દા અને ગોપનીયતાના શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમના ભાઈ રાહુલ અને માતા સોનિયા પણ ત્યાં સાંસદ તરીકે હાજર હતા.
આ દરમિયાન તેમનો દીકરો અને દીકરી રેહાન વાડ્રા અને મિરાયા વાડ્રા સંસદ પહોંચ્યા હતા. "હું ખૂબ જ ખુશ છું," કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની માતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ તેમના સાંસદ તરીકે શપથ લીધા પહેલા કહ્યું હતું.
હાથમાં બંધારણનું પુસ્તક લઇને પહોંચી હતી પ્રિયંકા ગાંધી
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રિયંકા ગાંધીનું નામ બોલાવતા જ તેઓ પોતાના હાથમાં બંધારણની પુસ્તક લઈને પહોંચ્યા અને શપથ લીધા. રાહુલ ગાંધી દ્વારા ખાલી કરાયેલી સીટ પર યોજાયેલી વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકાએ 4 લાખથી વધુ મતોથી જીત મેળવી છે. આ રીતે ગાંધી પરિવારના ત્રણ લોકો આજથી સંસદમાં જોવા મળશે.
સીપીઆઇના ઉમેદવાર સત્યમ મોકેરીને આપી હતી માત
આ પહેલા બુધવારે કેરળ કોંગ્રેસના નેતાઓએ પ્રિયંકા ગાંધીને જીતનું પ્રમાણપત્ર આપ્યું હતું. પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણીમાં 6 લાખ 22 હજાર 338 મત મળ્યા હતા. જ્યારે સીપીઆઈના ઉમેદવાર સત્યમ મોકેરી બીજા ક્રમે રહ્યા હતા. તેમને 2 લાખ 11407 મત મળ્યા હતા. આ પેટાચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમે રહી હતી. ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસને તેમના ખાતામાં 1 લાખ 99939 મત મળ્યા હતા.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહી આ વાત
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, "હું ખૂબ ખુશ છું કારણ કે અમે તેમના માટે પ્રચાર કર્યો હતો. મને ખુશી છે કે તેણી જીતી ગઈ હતી. જેમ તમે જોઈ શકો છો, તેમણે કેરળની સાડી પહેરી છે."
આ પણ વાંચો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ